patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Saturday, 19 January 2019

પોસ્ટમેટ્રીક સ્કોલરશીપ ૨૦૧૮-૧૯ બાબત - અહીં ક્લિક કરો (બાકી શાળાઓની યાદી)

ઉચ્ચત્તર માધ્યમિક શાળાના અનુસુચિત જાતિ (SC)ના વિદ્યાર્થીઓની પોસ્ટમેટ્રીક સ્કોલરશીપની દરખાસ્ત હાર્ડકોપી ફાઈલમાં જિલ્લા નાયબ નિયામકશ્રી(અ.જા)ની કચેરી બહુમાળી ભવન ખાતે મળેલ નથી. જેથી અનુસુચિત જાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ મંજુર થઈ શકશે નહી. આથી જે શાળાઓએ અનુ.જાતીના વિદ્યાર્થીઓની હાર્ડકોપી નથી મોકલી તેવી શાળાઓએ હાર્ડકોપી/ફાઈલ દીન-૩(ત્રણ)માં જિલ્લા નાયબ નિયામકશ્રીની (અ.જા)ની કચેરી,જી-૫, બહુમાળી ભવન,ભાવનગર ખાતે મોકલાવવાની રહેશે. જો ફાઈલ નહીં મળે અને ભવિષ્યમાં શિષ્યવૃત્તિની બાબતમાં કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સઘળી જવાબદારી આચાર્યની અંગત રહેશે જેની ગંભીર નોંધ લેવી.

નોંધ: નોન-ગ્રાન્ટેડ શાળાઓએ FRC(ફી નિયમન)ની નકલ ફાઈલ અવશ્ય સાથે જોડવી 

No comments:

Post a Comment