patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Thursday, 10 January 2019


રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૧૯ ની ઉજવણી અંતર્ગત તા.૧૫ થી ૨૧ જાન્યુઆરી દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓમાં ધો-૬ થી ધો-૮ માં અભ્યાસ કરતા બાળકો વચ્ચે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાનું થાય છે. સદર ક્વિઝ માટે પ્રશ્નોની નકલ શાળાાઓનાં ઇ-મેલ આઇડી પર મોકલી આપેલ છે. જો કોઈ શાળાને ઇ-મેલ ન મળ્યો હોય તો તે શાળાએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, બહુમાળી ભવન, માં યોજના શાખાનો સંપર્ક કરવો. દરેક પ્રાથમિક શાળાઓમાં તા.૧૫ થી ૨૧ જાન્યુઆરી-૨૦૧૯ દરમિયાન સુચના મુજબ ક્વિઝ સ્પર્ધા યોજી પત્રક મુજબની આંકડાકીય માહિતી તથા ક્વિઝ અંગેનો સ્પષ્ટ ફોટોગ્રાફ સાથેનો અહેવાલ અત્રેની કચેરીને મોકલી આપવાનો રહેશે.


No comments:

Post a Comment