patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Saturday, 16 February 2019


“વિશ્વ માતૃભાષા દિવસ”ની ઉજવણી કરવા બાબત - અહીં ક્લિક કરો

તા.૨૧, ફેબ્રુઆરીના રોજ “વિશ્વ માતૃભાષા દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. આપણી માતૃભાષા ગુજરાતીનું મહત્વ વધે અને શાળાના બાળકો ગુજરાતી ભાષાના શિષ્ટ સાહિત્ય અને ભાષાના મહત્વને સમજે તે માટે આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા દરેક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે તેવું નક્કી કરવામાં આવેલ છે. રાજ્યની તમામ શાળાઓએ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે લિંકમાં આપેલ પત્ર મુજબની પ્રવૃત્તિઓ યોજવાની રહેશે. 

દરેક શાળાઓએ કાર્યક્રમ અંગેનો લિંકમાંં આપેલ પત્રક મુજબ અહેવાલ (ફક્ત શ્રુતિ ફોન્ટમાં જ) સ્પષ્ટ ફોટોગ્રાફ્સ સહિત ઇ-મેલ yojana.deobhav@gmail.com પર મોકલી(તા.૨૨/૦૨/૨૦૧૯ સાંજે ૬:૦૦ કલાક સુધિમાં), અને હાર્ડકોપી અત્રેની કચેરીને તા.૨૫-૦૨-૨૦૧૯(સોમવાર) સાંજે ૦૬:૦૦ કલાક પહેલા રજુ કરવાની રહેશે.

No comments:

Post a Comment