જૂન-૨૦૧૯થી શરૂ થતા નવા શૈક્ષણીક વર્ષથી નવી “નોન-ગ્રાન્ટેડ
ખાનગી પ્રાથમિક શાળાઓ અને નોન-ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળાઓમાં વધારાના
નોન-ગ્રાન્ટેડ વર્ગો” શરૂ કરવાની પરવાનગી માટે દરખાસ્ત રજૂ કરવા જોગ
Tuesday, 26 February 2019
ગુજરાત સ્કૂલ અને કોલેજ સ્પોર્ટસ લીગ ૨૦૧૮-૧૯ માં રાજ્ય અને ઝોન કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવા બાબત- અહીં ક્લિક કરો
(ઓનલાઈન રજીસ્ટ્રેશનની મુદત તા.૧૧/૦૩/૨૦૧૯ સુધી લંબાવવામાં આવેલ છે.)
Thursday, 21 February 2019
૨૧/૦૨/૨૦૧૯- વિશ્વ માતૃભાષા દિવસઃ-
આપણી ધરતી ની ધૂળ મા ધરબાય ગયેલી માતૃભાષા ની
સોડમ હજુ કયાંક કયાંક સુવાસિત થઈ ને મધમધે છે. ગુજરાતી
ભાષા પ્રત્યેની લાગણી અને
આદર જન્મકાળ થી માં ની મમતા સાથે ઊગી નીકળે છે. આ ગુજરાતી ભાષા કલરવ સાથે ઊભી છે.
"ભોમિયા વિના મારે
ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી
હતી.
એક ગુજરાતી હોવાનુ ગૌરવ અને માતૃભાષા ની માવજત કરી
એના અસ્તિત્વ ને ટકાવી રાખવુ એજ ખરો ગુજરાતી કહેવાય.
વિશ્વ માતૃભાષા દિવસ ની તમામ ગુજરાતીઓ ને હરખભેર શુભેચ્છાઓ....
વધુ વિગત માટે તા.૧૬/૦૨/૨૦૧૯ની પોસ્ટ જોવા જણાવવામાં આવે છે.
Saturday, 16 February 2019
“વિશ્વ માતૃભાષા દિવસ”ની ઉજવણી કરવા બાબત - અહીં ક્લિક કરો
તા.૨૧, ફેબ્રુઆરીના રોજ “વિશ્વ માતૃભાષા દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. આપણી માતૃભાષા ગુજરાતીનું મહત્વ વધે અને શાળાના બાળકો ગુજરાતી ભાષાના શિષ્ટ સાહિત્ય અને ભાષાના મહત્વને સમજે તે માટે આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા દરેક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે તેવું નક્કી કરવામાં આવેલ છે. રાજ્યની તમામ શાળાઓએ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે લિંકમાં આપેલ પત્ર મુજબની પ્રવૃત્તિઓ યોજવાની રહેશે.
દરેક શાળાઓએ કાર્યક્રમ
અંગેનો લિંકમાંં આપેલ પત્રક મુજબ અહેવાલ (ફક્ત શ્રુતિ ફોન્ટમાં જ) સ્પષ્ટ
ફોટોગ્રાફ્સ સહિત ઇ-મેલ yojana.deobhav@gmail.com પર મોકલી(તા.૨૨/૦૨/૨૦૧૯
સાંજે ૬:૦૦ કલાક સુધિમાં), અને હાર્ડકોપી અત્રેની
કચેરીને તા.૨૫-૦૨-૨૦૧૯(સોમવાર) સાંજે ૦૬:૦૦ કલાક પહેલા રજુ કરવાની રહેશે.
Wednesday, 13 February 2019
Thursday, 7 February 2019
Wednesday, 6 February 2019
વિક્રમ સારાભાઈ અવકાશ પ્રદર્શન-ઇસરો
ગુજરાતી ભાષામાં પત્ર- અહીં ક્લિક કરો
અંગ્રેજી ભાષામાં પત્ર- અહીં ક્લિક કરો
શ્રી બળવંત
પારેખ વિજ્ઞાનનગરી બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ અને વલણ કેળવાય તે રીતે
વિજ્ઞાનપ્રચાર-પ્રસારનું કાર્ય છેલ્લા કેટલાક વર્ષોથી કરી રહ્યું
છે.વિજ્ઞાનનગરીનાં કાર્યક્ષેત્રનો વધુમાં વધુ લોકો લાભ લે તે હેતુથી રાષ્ટ્રીય
વિજ્ઞાન દિવસની ઉજવણી કરી રહ્યું છે. જેના ભાગ રૂપે ભારતની આંતરરાષ્ટ્રીય અવકાશ
સંશોધન ક્ષેત્ર કાર્ય કરતી સંસ્થા ISRO (ઇન્ડિયન સ્પેસ
રીસર્ચ ઓર્ગેનાઈઝેશન) દ્વારા તૈયાર કરાયેલ
“વિક્રમ સારાભાઇ સ્પેશ પ્રદર્શન” તથા વિજ્ઞાન નગરી દ્વારા તૈયાર કરાયેલ બ્રેઈન જીમ અને વિજ્ઞાનના
સિધ્ધાંત આધારિત વિવધ મોડેલ્સનાં નિદર્શનની ગોઠવણ કરેલ છે. જેમાં બાળકોને
ઈસરોનાં વૈજ્ઞાનિકો સાથે પ્રશ્નોતરી કરવાનો લાભ પણ મળશે
·
તારીખ: ૨૦/૨/૨૦૧૯ અને ૨૧/૨/૨૦૧૯
·
સમય: ૮:૦૦ થી ૫:૦૦ કલાક
·
સ્થળ:શ્રી બળવંત પારેખ વિજ્ઞાન નગરી,યશવંતરાય નાટ્યગૃહની પાછળ,મહિલા કોલેજ,આંબાવાડી,ભાવનગર.Tuesday, 5 February 2019
ભાવનગર જિલ્લાનાં ઇકોક્લ્બ ઇન્ચાર્જ ટીચર્સ માટેનાં એક દિવસીય તાલીમ કાર્યક્રમ બાબત- અહીં ક્લિક કરો
જિલ્લાની તમામ સરકારી અને RMSA શાળાઓ માટે
- વર્કશોપ તા.: ૦૬/૦૨/૨૦૧૯
- સમય: સવારે ૯:૦૦ થી બપોરે ૨:૦૦ કલાક
Monday, 4 February 2019
Saturday, 2 February 2019
૩૦માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ-૨૦૧૯ની ઉજવણી કરવા બાબત. (તા.૦૪/૦૨/૨૦૧૯ થી તા.૧૦/૦૨/૨૦૧૯) - અહીં ક્લિક કરો
“૩૦મા રાષ્ટ્રીય
માર્ગ સલામતી સપ્તાહ-૨૦૧૯”ની ઉજવણીનો કાર્યક્રમ આ સાથે સામેલ રાખેલ છે. જે મુજબ
આપની કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. માર્ગ સલામતી સપ્તાહ દરમ્યાન કરવામાં
આવેલ કાર્યવાહીનો અહેવાલ, સ્પષ્ટ ફોટોગ્રાફ્સ yojana.deobhav@gmail.com પર ઇ-મેલ કરી તેની હાર્ડકોપી તા.૧૧/૦૨/૨૦૧૯
સુધીમાં અત્રેની શાખાને મોકલવાની રહેશે.
The theme for this year campaign is
"Sadak Suraksha – Jeevan Raksha”
"Sadak Suraksha – Jeevan Raksha”
Subscribe to:
Posts (Atom)