patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Thursday, 11 April 2019



  • જે શાળાઓએ INSPIRE Award (MANAK) માટે પહેલી વાર રજિસ્ટ્રેશન કરાવેલ હતું તે શાળાઓની એપ્લિકેશન ડિસ્ટ્રીક્ટ ઑથોરીટી(જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,ભાવનગર) દ્વારા અપ્રુવ થઈ ગયેલ છે.
  • હવે તે શાળાઓએ એપ્લિકેશનમાં આપેલા ઇ-મેલ ચેક કરવાનો રહેશે અને તેમાં આપેલ લીંક પર ક્લિક કરી લોગ ઇન આઇડી/પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે. અને ત્યાર બાદ નોમિનેશન વિન્ડો પર જઈ આગળની કાર્યવાહી કરવાની રહેશે.
  • જે શાળાઓ પાસે જૂનો લોગ ઇન આઇડી/પાસવર્ડ છે (અગાઉ રજિસ્ટ્રેશન કરાવી દિધેલ હોય) તે શાળાઓ એ ફક્ત નોમિનેશન વિન્ડો પર જઈ આગળની કાર્યવાહી કરવાની રહેશે.
  • ઇન્સપાયર પુરસ્કાર યોજના(MANAK) અંતર્ગત, નાણાકીય વર્ષમાં દેશભરમાંથી પાંચ (05) લાખ શાળાઓ માંથી દસ (10.0) લાખ આઇડીયા/વિચારો લક્ષ્યાંકિત કરવામાં આવશે, તેમાંના એક (1.0) લાખ આઇડીયા/વિચારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને આ માટે પ્રારંભિક પુરસ્કાર રૂ.૧૦૦૦૦ પ્રોજેક્ટ/મોડેલ/ વિચારની રજૂઆત અને જિલ્લા સ્તરે પ્રદર્શન અને પ્રોજેક્ટ સ્પર્ધામાં ભાગ લેવા માટે આપવામાં આવશે.
    વધુ વિગત માટે આ વેબસાઇટની તા.૦૧/૦૪/૨૦૧૯ની માહિતી જુઓ.
    વધુ વિગતો માટે http://www.inspireawards-dst.gov.in
  • આ યોજના માટે ડિસ્ટ્રીક્ટ ઑથોરીટી -DIET - જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,ભાવનગર છે. 
  • DIET District Education Training Centre

No comments:

Post a Comment